કરવતથી વહેરેલાં
ઝેરણથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોયે અમે લાગણીના માણસ.બોમબોમ બીડેલાં પંખાળાં સાંબેલા,
તોપ તોપ ઝીંકેલા, આગ આગ આંબેલા,
...ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :
તોય અમે લાવણીના માણસ.ખેતરના ડૂંડાંમાં
લાલ લાલ ગંજેરી,
શ્યામ શ્યામ સોનેરી,
ભડકે ભરખાયલ છે : દાણા દૂણાયલ છે :
ઊગવાના ઓરતામાં વણસેલા કણસેલાં -
તોય અમે વાવણીના માણસ.

Post a Comment

0 Comments