આરોગ્યનું મૂળ – સ્વાસ્થ્યપ્રદ ખોરાક

કેવા પ્રકારનો ખોરાક કઈ રીતે લેવામાં આવે તો સ્વાસ્થ્યપ્રદ બને ?

મિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે જીવન જીવવા માટે ત્રણ વસ્તુ અતિ આવશ્યક છે. હવા, પાણી અને ખોરાક, આમાં ખોરાક વિશે આપણે એ પણ જાણીએ છીએ કે ખોરાક દ્વારા આપણા શરીરને પોષણ મળે છે, બળ મળે છે તથા શરીરમાં થતા ઘસારાની પૂર્તિ ખોરાક દ્વારા જ થાય છે. આથી જો અયોગ્ય ખોરાક લેવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે, જ્યારે યોગ્ય ખોરાક લેવામાં આવે, તો તેનાથી ઘણા બધા રોગો પર કાબૂ મેળવી શકાય તથા સ્વાસ્થ્ય સુધારી શકાય છે.
શરીર અન્નમય છે એમ કહેવાયું છે. અન્ન શરીરના પોષણ-સંવર્ધન માટે આવશ્યક અને અનિવાર્ય છે. અન્ન શરીરમાં ઊર્જા પેદા કરે છે. આ ઊર્જા શરીરની સ્વસ્થતા દ્વારા મનમાં પ્રસાર પામે છે. પરમાત્માએ આ દેહ આપ્યો છે તેને સ્વસ્થ, સ્ફૂર્તિમય અને શક્તિસંપન્ન રાખવો એ મનુષ્યનો ધર્મ છે, એ ધર્મ બજાવવા સાત્વિક ખોરાક જરૂરી છે.

આ સાત્વિક ખોરાક ક્યારે, કેવો અને કેવી રીતે લેવો એ વિશે વૈદ્ય જાગૃત અજીતકુમાર પટેલ શું કહે છે તે જોઈએ.

(૧) પાચનશક્તિને અનુરૂપ ખોરાક લેવો
(૨) પ્રમાણસર ખોરાક ખાવો
(૩) હિતેચ્છુ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ ખોરાક
(૪) તાજો અને ગરમ ખોરાક લેવો
(૫) સ્નેહયુક્ત – થોડા પ્રમાણમાં ઘી-તેલવાળો ખોરાક ખાવો
(૬) સ્વાદના છ રસોથી યુક્ત ખોરાક ખાવો
(૭) દેશ (પ્રદેશ) પ્રમાણે ખોરાકમાં વિવિધતા રાખવી
(૮) ઋતુ પ્રમાણે ખોરાકમાં વિવિધતા રાખવી
(૯) વિરુધ્ધાહાર ના લેવો.
(૧૦) સ્વાસ્થ્યપ્રદ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ
(૧૧) પરિચિત વ્યક્તિઓ સાથે બેસીને જમવું
(૧૨) સ્વચ્છ થઈને જમવું
(૧૩) અગાઉ ખાધેલો ખોરાક પછી ગયા પછી જમવું
(૧૪) મનપસંદ સ્થળે મનપસંદ સાધનોથી યુક્ત
(૧૫) પ્રકૃતિને અનુરૂપ પોતાની જાતનો સંપૂર્ણપણે વિચાર કરીને ખોરાક લેવો

Post a Comment

0 Comments