હમણાં મળ્યો વિચાર, એ આગળ નહિં મળે,
લખવાનું જેમાં ધાર, એ કાગળ નહિં મળે.

આવી જશે સમજ, જો પહોંચવા વિશે,
એકાદ-બેય ડગની ઉતાવળ નહિં મળે.

આપે ભલે ને Giftમાં ચોમાસુ ધોધમાર,
ધરતીને જેની Need છે, એ વાદળ નહિં મળે.

ઉગતા સૂરજને જોઈને, નિરાશ થઈ કહ્યું,
હમણાં સુધી હતું, એ ઝાકળ નહિં મળે.

જો શક્ય હો તો એને તુ સામે જઈને મળ,
એ સત્ય, આઈનાની પાછળ નહિં મળે.

Post a Comment

0 Comments