મારાથી જમાનાની હવા થરથરી ગઈ,
મેં આંખ ફેરવી અને દુનિયા ફરી ગઈ!

રાતી નજરથી જોઉં છું માળીની માવજત,
કાંટા હસે છે ડાળ પર અને કળીઓ ખરી ગઈ!

ગેરુ નહિં, તુ વાત કર ગુલાલ ની,
એવું કહીને શાયરી આઘી ખસી ગઈ!

બાલપણા ની પ્રિત રસ્તામાં મળી ગઈ,
મારી અટકચાળી નજર બચપણ કરી ગઈ!

દાતાર બની દાન એ કેવુ કરી ગઈ,
ખાલી કરીને જીંદગી, હૈયુ ભરી ગઈ!

ઝુકી જરુર તકદીર, જરા જુદી રીતે,
એ પ્રેમથી નફરતની જાજમ પાથરી ગઈ!

કેવી રમત રમાઈ ગઈ, રંગીન ‘રાત’માં,
દર્દી ને દવા મશ્કરીમાં છેતરી ગઈ!

Post a Comment

0 Comments