Translate


ભલે તુ મને ફક્ત રણ આપજે,
હું ચાલી શકું એ ચરણ આપજે..

ભલે હરઘડી મુંઝવણ આપજે,
મને કાળજુ પણ કઠણ આપજે..

હું બોલું પછી, હોઠ ખોલું પછી,
પ્રથમ તુ મને આચરણ આપજે..

પરમતત્વ ને હું પણ પામી શકું,
મને એવી એકાદ ક્ષણ આપજે..

કદાચિત ભુલી જાઉં ખુદ ને હું એ પ્રભુ,
સતત એક તારુ સ્મરણ આપજે…..

Post a Comment

0 Comments

Skip to main content