હવે ખુદાનો મને આવિષ્કાર થઈ ગયો છે;
દોસ્તો જ્યારથી મને પ્યાર થઈ ગયો છે.

હું તો જેવો હતો તેવો જ સાવ રહી ગયો
બસ આ જીવવામાં ફેરફાર થઈ ગયો છે.

હોઠ સાવ ખામોશ રહ્યા અમારા બન્નેના;
આ આંખોથી બધો વહેવાર થઈ ગયો છે.

એના વિચારો, એની યાદ, એના સપના;
મારે તો હર પળ તહેવાર થઈ ગયો છે.

મારી આ જિંદગી મારી ક્યાં રહી છે હવે?
મારી જિંદગીનો હવે સ્વીકાર થઈ ગયો છે.

ન જીવતો રાખ્યો મને,ન સાવ માર્યો મને;
લો,નટવર હવે મરવા તૈયાર થઈ ગયો છે.

- નટવર મહેતા

Post a Comment

0 Comments