Translate


પળમાં પતે એ વાત નથી, રાત જોઇએ,
એકાદ શું અંનત મુલાકાત જોઇએ…

અધવચથી તો બધુ બરાબર થઇ જશે,
કેવી કરી શકું છું શરુઆત જોઇએ…

સાક્ષી પુરાવાનું તો પછી જોયુ જશે,
પહેલા તો પેટ છુટી કબુલાત જોઇએ…

લાચાર કેવી થઇ હવે એની દશા જુઓ,
ઇશ્વરને માનવીની વકિલાત જોઇએ…

તારી કથામાં મારી કથાનો સમાસ છે,
ઉલ્લેખ મારો એમાથી બાકાત જોઇએ…

આ ક્ષણની વાત હોય તો મજુંર છે મને,
સ્વપ્ને વચનમાં તુ નહિ, સાક્ષાત જોઇએ………

Post a Comment

0 Comments

Skip to main content