શરમની આ પહેલી પણ કેવી છે જાલિમ?
જિંદગી વીતી જાય પણ ના એક કદમ લેવું?
દુનિયા કહે છુપાવવાનું તો છે ઘણું કઠીન.
તો કાળજામાં કોતરાયેલું નામ કેમ ના કહેવું?
ના હતા અમે મૌનની ભાષાના બાદશાહ.
કહો અમારે કેવી રીતે, અને શું સમજી લેવું?
કાળજું એના વગર કોતરાય એ તો સમજું,
પણ કહ્યા વગર નામ કોતરાય એને શું કહેવું?
છેવટે થાકીને જયારે વિસરવા બેઠો હું તેને,
તો તે ભૂલીને વિસરવાનું વિસરાય તે કેવું??

Post a Comment

0 Comments