જિંદગી નો અર્થ જ્યાં ખોવાય છે,
આંખ માં પણ અશ્રુઓ છલકાય છે…

તરબતર લોહી પડ્યુ છે શબ્દ નું,
ટેરવે થી લાગણી ઓ છોલાય છે!

સ્પર્શ તારો શું હતો કોને ખબર?
આ હથેળી પારકી વર્તાય છે!

રોજ પર્વત થી પડે ઝરણા ને નદી;
આપઘાતો ક્યાં કશે નોંધાય છે?

બંધ ઘર નાં આ કમાડો પૂછતા,
મૌન શું આ પ્રેમ નો પર્યાય છે?

સ્વપ્ન પાંપણ માં ઘણાં સુકા હતાં;
રાત નો પાલવ હવે ભીંજાય છે!!!!!

Post a Comment

0 Comments

Skip to main content